ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજથી ફ્લાવર શોનો પ્રારંભ થશે. આ ફ્લાવર શૉનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે. આ ફ્લાવર શૉ અંગે અમદાવાદનાં મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે, આ વર્ષે ફ્લાવર શોમાં વિવિધ છ ઝોન રાખવામાં આવ્યાં છે.
ફ્લાવર શોમાં 7 લાખથી વધુ રોપા સાથેની 400 ફૂટની ક્રેનિયલ વોલ બનાવવામાં આવશે, 15 લાખથી વધુ રોપા પ્રદર્શિત કરવામાં આવશે. જેમાં 30થી વધુ વિદેશી ફૂલોનો સમાવેશ થાય છે.
12 વર્ષથી ઉપરની પ્રત્યેક વ્યક્તિ માટે સોમવારથી શુક્રવાર 70 રૂપિયા અને શનિ-રવિ દરમિયાન 100 રૂપિયા ફી રહેશે.
આ વર્ષે ભીડથી બચવા માંગતા મુલાકાતીઓ માટે વીઆઇપી એન્ટ્રી રાખવામાં આવી છે. સવારે 9થી 10 અને રાત્રે 10 થી 11 ના સમય દરમિયાન પ્રવેશ ફી રૂપિયા 500 રહેશે. ફ્લાવર શો ત્રણથી થી
22 જાન્યુઆરી સુધી એમ 20 દિવસ સુધી યોજાશે ત્યારબાદ નાગરિકોની માંગને ધ્યાનમાં રાખીને ફ્લાવર શોને લંબાવવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ