ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-એપીએમસીની ચૂંટણી માટે કુલ 14 બેઠકો પૈકી 10 બેઠકો ખેડૂત વિભાગની અને 4 બેઠકો વેપારી વિભાગ માટે કુલ 36 ઉમેદવારો માટે આજે મતદાન યોજાયું હતું.
જેમાં 10 ખેડૂત વિભાગમાં 20 ઉમેદવારો માટે 261 મતદારોમાંથી 258 મતદારોએ મતદાન કર્યું. જ્યારે વેપારી વિભાગમાં 4 બેઠકો માટે 16 ઉમેદવારો માટે 805 મતદારોમાંથી 782 મતદારોએ મતદાન કર્યું હતું.
આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવશે.