ઊંઝા ખાતે ભારતના પહેલા એક્સક્લુજીવ રેલવે કન્ટેનર યાર્ડનું રાજ્ય કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઊંઝા ક્લસ્ટર એક્સપોર્ટર્સ અને અમદાવાદ ડિવિઝનના સહયોગથી એક ખાનગી કંપનીના સહયોગથી મસાલાનો પ્રથમ એક્સક્લુઝિવ કન્ટેનર રેલ ટર્મિનલ, ઊંઝાથી મુંદ્રા પોર્ટ કાર્ગો કોમ્પ્લેક્સ માટે રવાના કરવામાં આવ્યો. મહેસાણા જિલ્લામાં ઉત્પન્ન થયેલું શાકભાજી હવે મેટ્રો સિટીમાં સરળતાથી પહોંચશે. દર વર્ષે 65 હજાર કન્ટેનર આ યાર્ડથી સપ્લાય થશે.
Site Admin | ફેબ્રુવારી 27, 2025 9:28 એ એમ (AM) | Agriculture Minister | Akashvani | akashvaninews | Gujarat | India | news | newsupdate | topnews | અમદાવાદ | કન્ટેનર યાર્ડ | કૃષિ મંત્રી | કૃષિ મંત્રી રાઘવજી પટેલ | ગાંધીનગર | ગુજરાત | ભારત | રાઘવજી પટેલ
ઊંઝા ખાતે દેશના પ્રથમ એકસકલુઝિવ કન્ટેનર યાર્ડનું કૃષિ મંત્રી રાઘવજી પટેલે ઉદઘાટન કર્યું
