ઉર્જા, આવાસ અને શહેરી વિકાસ મંત્રી મનોહરલાલ આજે આંધ્રપ્રદેશના વિજયવાડામાં ઊર્જાવીર યોજનાનો પ્રારંભ કરાવશે. આ પ્રસંગે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પણ ઉપસ્થિત રહેશે. આ યોજનાનો ઉદેશ્ય ઊર્જા કાર્યક્ષમતામાં વધારો કરીને પુનર્પ્રાપ્ય ઊર્જા ઉત્પાદનોને પ્રોત્સાહિત કરવાનો છે.
શ્રી મનોહરલાલ આજે રાજ્ય સરકારના અધિકારીઓ સાથે શહેરી વિકાસ અને ઊર્જા ક્ષેત્ર સાથે સંકળાયેલા મુદ્દાઓની પણ સમીક્ષા કરશે.
Site Admin | ડિસેમ્બર 7, 2024 2:54 પી એમ(PM)