ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે કેરળ અને તેલંગાણાના પ્રવાસે છે. કેરળના તિરુવનંતપુર હવાઈમથક ખાતે કેરળના રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકર અને મંત્રી જી આર. અનિલ સહિતના મહાનુભાવોએ શ્રી ધનખડનું સ્વાગત કર્યું.
શ્રી ધનખડ આજે તિરુવનંતપુરમમાં ભારતીય વિચાર કેન્દ્ર દ્વારા આયોજિત ચોથી પી. પરમેશ્વરન સ્મારક વ્યાખ્યાનમાળામાં પણ વ્યાખ્યાન આપશે.
ત્યારબાદ શ્રી ધનખડ તેલંગાણામાં ભારતીય ઔધોગિક સંસ્થા-હૈદરાબાદના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સવાંદ કરશે. સંગારેડીના કલેક્ટર વી. ક્રાંતિએ IIT-હૈદરાબાદના અધિકારીઓ, પોલીસ અને સ્ટાફ સાથે ઉપ-રાષ્ટ્રપતિની મુલાકાતની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. દરમિયાન, રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક અને શમશાબાદ વિસ્તારમાં ડ્રોન, પેરા-ગ્લાઈડર્સ અને માઇક્રો-લાઇટ એરક્રાફ્ટ સહિતના હવાઈ વાહનોના ઉડાન પર પ્રતિબંધ મુકાયો છે.
Site Admin | માર્ચ 2, 2025 2:20 પી એમ(PM)
ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે કેરળ અને તેલંગાણાના પ્રવાસે
