ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 21, 2025 6:27 પી એમ(PM) | ઉપરાષ્ટ્રપતિ

printer

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ધ્યાન પરની વૈશ્વિક પરિષદને, સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ મિશન સાથે સુસંગત ગણાવી

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ધ્યાન પરની  વૈશ્વિક પરિષદને, સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ મિશન સાથે સુસંગત ગણાવી છે. આજે નવી દિલ્હીમાં ધ્યાન પર વૈશ્વિક પરિષદ કાર્યક્રમની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે આજે ચિંતા અને હતાશાના સ્વરૂપમાં માનસિક સ્વાસ્થ્યએક ગંભીર પડકાર તરીકે ઉભરી આવ્યું છે. તેમણે કહ્યું કે આ પરિષદની સુસંગતતા વસુધૈવ કુટુમ્બકમની પ્રાચીન પરંપરા સાથે મેળ ખાય છે. શ્રી ધનખડે ભારતને પાંચ હજાર વર્ષજૂની એક અનોખી સભ્યતા અને વિશ્વનું સાંસ્કૃતિક કેન્દ્ર ગણાવ્યું. શ્રી ધનખડે કહ્યું કે ટકાઉ વિકાસનું બલિદાન આપવામાં આવ્યું હોવાથી આબોહવા પરિવર્તનનો ખતરો ઉભોથયો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ