ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સાંજે નવી દિલ્હીમાં ગાંધી સ્મૃતિ ખાતે પ્રાર્થના સભામાં મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વર્ષ 1948માં નવી દિલ્હીના બિરલા હાઉસ એટલે કે, ગાંધી સ્મૃતિ ખાતે આજના જ દિવસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની હત્યા કરવામાં આવી હતી.
અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયાના સંદેશમાં ગાંધીજીને તેમની 77મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીના આદર્શ દેશવાસીઓને વિકસિત ભારત બનાવવા પ્રેરિત કરે છે. પ્રધાનમંત્રીએ દેશ માટે શહીદ થયેલા તમામ લોકોને પણ શ્રદ્ધાંજલિ આપી તેમના બલિદાનને યાદ કર્યા હતા.
Site Admin | જાન્યુઆરી 30, 2025 7:57 પી એમ(PM) | જગદીપ ધનખડ
ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સાંજે નવી દિલ્હીમાં ગાંધી સ્મૃતિ ખાતે પ્રાર્થના સભામાં મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
