ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ગાંધીનગરમાં પુન: પ્રાપ્ય ઊર્જા રોકાણ સંમેલનના વિદાય સત્રની અધ્યક્ષતા કરશે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારો અને ખાનગી ઉત્પાદકો સહિત વિવિધ હિત ધારકોએ આગામી 6 વર્ષમાં નવીનીકરણીય ઊર્જા પ્રોજેક્ટ્સમાં કુલ 32.45 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું વચન આપ્યું છે. ગાંધીનગર ખાતે પત્રકારોને સંબોધતા શ્રી જોશીએ જણાવ્યું હતું કે, ઊર્જા ક્ષેત્રે આવી રહેલા બદલાવો વચ્ચે ભારત અગ્રેસર છે. વધુમાં તેમણે કહ્યું કે લોકોમાં પુનઃ પ્રાપ્ય ઊર્જા વિશે જાગૃતિ ફેલાવવાનો આ સમય છે.
Site Admin | સપ્ટેમ્બર 18, 2024 8:51 એ એમ (AM) | #aakahvani #aakashvaninews | #Jagdeepdhankhar | Gujarat | India | newsupdate