ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છેકે, વિકસિત ભારત હવે એક સ્વપ્ન નથી, તે આપણો ઉદ્દેશ્ય છે અને દેશના યુવાનો તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેઓ આજે તિરુવનંતપુરમમાં ભારતીય વિચાર કેન્દ્રમ દ્વારા આયોજિત ચોથા પી. પરમેશ્વરન સ્મારક વ્યાખ્યાનમાં બોલી રહ્યા હતા. શ્રી ધનખડે કહ્યું કે, દેશમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે આપણને વૈશ્વિક સ્તરે ગર્વ અપાવી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, ભારત દુનિયાનો એકમાત્ર લોકશાહી દેશ છે જે ગ્રામ્ય સ્તરે સંગઠિત છે. શ્રી ધનખડે તેલંગાણામાં આઇઆઇટી હૈદરાદબાદમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો.
Site Admin | માર્ચ 2, 2025 7:55 પી એમ(PM) | ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છેકે, વિકસિત ભારત હવે એક સ્વપ્ન નથી, તે આપણો ઉદ્દેશ્ય છે.
