ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે અરુણાચલ પ્રદેશની એક દિવસીય મુલાકાતે જશે. તેઓ કામલે જિલ્લાના બોસિમલા ખાતે પ્રથમ વખત આયોજિત સંયુક્ત મેગા ન્યોકુમ યુલો ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે.ઉલ્લેખનીય છે કે ન્યોકુમ એ રાજ્યના ન્યશી જાતિનો તહેવાર છે. આ તહેવાર પાકની ઉપજ, સમૃદ્ધિ અને ખુશી વધારવા માટે ઉજવવામાં આવે છે.
Site Admin | ફેબ્રુવારી 26, 2025 8:39 એ એમ (AM) | ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે અરુણાચલ પ્રદેશની એક દિવસીય મુલાકાતે જશે.
