ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે પંજાબના મોહાલીમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રી-ફૂડ એન્ડ બાયોમેન્યુફેક્ચરિંગ ખાતે એડવાન્સ્ડ આંત્રપ્રિન્યોરશિપ એન્ડ સ્કીલડેવલપમેન્ટ પ્રોગ્રામ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું હતુ. તેમણે દેશવાસીઓને રાષ્ટ્ર પ્રથમના સિદ્ધાંતમાં વિશ્વાસ રાખવાનું આહ્વાન કર્યું અને કહ્યું કે કોઈ પણ વ્યક્તિગત અને રાજકીય હિત રાષ્ટ્રીય હિતથી મોટું નથી. તેમણે કહ્યું કે રાષ્ટ્રનો આત્મા ગામડાઓમાં વસે છે. શ્રી ધનખડે કહ્યું કે વિકસિત ભારત હવે માત્ર એક સ્વપ્ન નથી પણ આપણું લક્ષ્ય છે. તેમણે કૃષિ અને ડેરી ઉત્પાદનો દ્વારા ગ્રામીણ અર્થતંત્રને પુનર્જીવિત કરવા હાકલ કરી હતી. તેમણે કૃષિ પદ્ધતિઓમાં ટેકનોલોજીનો સમાવેશ કરવા પર પણ ભાર મૂક્યો.
Site Admin | ફેબ્રુવારી 17, 2025 5:59 પી એમ(PM) | ઉપરાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે પંજાબના મોહાલીમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રી-ફૂડ એન્ડ બાયોમેન્યુફેક્ચરિંગ ખાતે એડવાન્સ્ડ આંત્રપ્રિન્યોરશિપ એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું
