ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 11, 2025 8:00 પી એમ(PM)

printer

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જાહેર સેવાના અધિકારીઓ અને કર્મચારીઓને વહીવટીતંત્રના શિલ્પકાર ગણાવીને દેશના ભવિષ્ય માટે મજબૂત પાયો નાંખવા સઘન કામગીરી કરવા અનુરોધ કર્યો

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જાહેર સેવાના અધિકારીઓ અને કર્મચારીઓને વહીવટીતંત્રના શિલ્પકાર ગણાવીને દેશના ભવિષ્ય માટે મજબૂત પાયો નાંખવા સઘન કામગીરી કરવા અનુરોધ કર્યો છે.
બેંગલુરૂમાં રાજ્યોના જાહેર સેવા પંચના અધ્યક્ષોની 25મી રાષ્ટ્રીય પરિષદનું ઉદ્દઘાટન કર્યા બાદ તેમણે જાહેર સેવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને મુલાકાતો વખતે પારદર્શિતા જાળવી રાખવા ઉપર ભાર મૂક્યો હતો.
શ્રી ધનખડે વધુમાં જણાવ્યું કે તંત્રનો પ્રભાવ સગાવાદ અને તરફેણરૂપી દૂષણોથી મુક્ત અલાયદુ પંચ ઉભું કરવું એ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદનું સ્વપ્ન હતું.
ઉપરાષ્ટ્રપતિએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું ધ્યેય હાંસલ કરવા પારદર્શી અને ટેક્નોલોજી આધારિત કામગીરી કરતાં વહીવટીતંત્રનું નિર્માણ કરવાની અપીલ કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ