ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિવંગત ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહને આજે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. કેન્દ્રીયમંત્રીઓ અમિત શાહ, જેપી નડ્ડા, રાજનાથ સિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત અન્ય નેતાઓએ પણ તેમના નિવાસસ્થાને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભૂતપૂર્વ ડૉ. સિંઘના પાર્થિવ દેહને આવતીકાલે અંતિમ દર્શન માટે રાષ્ટ્રીય રાજધાનીમાં કોંગ્રેસના મુખ્યાલયમાં લાવવામાં આવશે. તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે કરવામાં આવે તેવી શક્યતા છે.
Site Admin | ડિસેમ્બર 27, 2024 2:29 પી એમ(PM) | ડૉ. મનમોહન સિંહ