ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પરાળી બાળવાથી ઉભી થતી પર્યાવરણની સમસ્યાનો કાયમી ઉકેલ શોધવા અને આ બાબત વ્યક્તિઓ ઉપર નહીં છોડવા અનુરોધ કર્યો છે. આજે દિલ્હીમાં રાષ્ટ્રીય ઉર્જા જતન પુરસ્કાર સમારંભમાં તેઓ બોલી રહ્યા હતા. તેમણે કુદરતના સંસાધનોનો જવાબદારી પૂર્વક ઉપયોગ કરવા ઉપર ભાર મૂક્યો હતો. શ્રી ધનખડે પર્યાવરણના ઉર્જાસ્ત્રોતોનો મહત્તમ ઉપયોગ કરવાની અપીલ કરી છે.
Site Admin | ડિસેમ્બર 14, 2024 7:17 પી એમ(PM) | Environment | Jagdeep Dhankhar | parali | save environment
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પર્યાવરણની સમસ્યાનો કાયમી ઉકેલ શોધવા અનુરોધ કર્યો
