ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે, આ દેશમાં ખેડૂતોને કોઈ વિભાજિત કરી શકે નહીં અને રાષ્ટ્રવાદ માટે ખેડૂત વર્ગની એકતા શ્રેષ્ઠ છે. શ્રી ધનખડ્ આજે અજમેર નજીક પુષ્કરમાં 105માં રાષ્ટ્રીય જાટ સંમેલનને સંબોધિત કરી રહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિએ ખેડૂતોને યુવા પેઢીમાં નૈતિક મૂલ્યોનું નિર્માણ કરવા અને તેમને સાચો માર્ગ બતાવવા અનુરોધ કર્યો હતો.
આ સાથે તેમણે પોતાના પરિવાર, પર્યાવરણની કાળજી રાખવા અને પોતાની ફરજ બજાવવા પર પણ ભાર મૂક્યો હતો. શ્રી ધનખડે ખેડૂતોને કૃષિ ઉત્પાદનોના માર્કેટિંગ અને વેપારમાં તેમની ભાગીદારી વધારવા વિનંતી પણ કરી હતી. તેમની પુષ્કર મુલાકાત દરમિયાન ઉપરાષ્ટ્રપતિએ બ્રહ્મા મંદિર અને શિવ મંદિરની પણ મુલાકાત લીધી હતી.
Site Admin | નવેમ્બર 14, 2024 6:52 પી એમ(PM) | ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ