ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ઉજ્જૈનમાં 66મા અખિલ ભારતીય કાલિદાસ સમારોહનું ઔપચારિક ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને મુખ્યમંત્રી ડો.મોહન યાદવ પણ ઉપસ્થિત રહેશે. 18મી નવેમ્બર સુધી ચાલનારા આ સમારોહમાં સાહિત્યિક અને કલાત્મક વારસાને જાળવનાર કલાકારોનું સન્માન કરવામાં આવશે. મહાન કવિ કાલિદાસના સાહિત્ય સહિત અન્ય ઘણા વિષયો પર ચર્ચા થશે. આ સાથે વર્ષ 2022-2023 માટે કાલિદાસ અલંકરણ સન્માન પણ આપવામાં આવશે.
Site Admin | નવેમ્બર 12, 2024 9:35 એ એમ (AM) | ઉપરાષ્ટ્રપતિ