ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની ત્રણ દિવસની મુલાકાતે છે. ઉપરાષ્ટ્રપતિની આ કેન્દ્રશાસિત પ્રદેશની પ્રથમ મુલાકાત હશે.
આજે એરપોર્ટ પર દમણના પ્રશાસક પ્રફુલ પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. અહીં તેમણે જામપોર દરિયા પાસે પક્ષીઘરનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે 2.40 હેક્ટરમાં ફેલાયેલા આ પક્ષી અભ્યારણની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રની મુલાકાત લીધી.
આવતીકાલે શ્રી ધનખડ સિલ્વાસા, દાદરા અને નગર હવેલીમાં નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લેશે, જ્યાં તેઓ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો સાથે વાર્તાલાપ કરશે. તેઓ ડોકમરડી ઓડિટોરિયમ ખાતે વેસ્ટ ઝોન કલ્ચરલ સેન્ટર દ્વારા આયોજિત જાહેર કાર્યક્રમમાં પણ હાજરી આપશે.
Site Admin | સપ્ટેમ્બર 20, 2024 3:21 પી એમ(PM) | ઉપરાષ્ટ્રપતિ