ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવની ત્રણ દિવસની મુલાકાતે આવશે. કેન્દ્રશાસિત પ્રદેશની આ તેમની પ્રથમ મુલાકાત હશે. શ્રી ધનખડ અનેક માળખાકીય અને વિકાસ પરિયોજનાઓની મુલાકાત લેશે. તેઓ આજે દમણના જામપોરમાં પક્ષીગૃહનું પણ ઉદ્ઘાટન કરશે. તેમ જ આરોગ્ય અને સુખાકારી કેન્દ્ર, સરકારી ઇજનેરી મહાવિદ્યાલય રીંગણવાડા પંચાયત અને જમ્પરિન ખાતે રીંગણવાડા શાળાની પણ મુલાકાત લેશે.તેઓ આવતીકાલે સિલવાસામાં નમો તબીબી શિક્ષણ અને સંશોધન સંસ્થાનની મુલાકાત લેશે. ઉપરાંત તેઓ દીવમાં સ્થાનિક પંચાયતો અને નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને મળશે. શ્રી ધનખડ, ખુખરી વેસલ અને દીવ કિલ્લા સહિત મુખ્ય સ્થળોની મુલાકાત લેશે. રવિવારે તેઓ દીવમાં ઘોઘલા બલ્યૂ ફ્લેગ બીચ અને ઘોઘલા ટેન્ટ સિટીની મુલાકાત લેશે. તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત બનેલા ફ્લેટ્સ અને દીવ ખાતે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે.
Site Admin | સપ્ટેમ્બર 20, 2024 8:51 એ એમ (AM)