ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આવતી કાલથી દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવની ત્રણ દિવસની મુલાકાતે આવશે. કેન્દ્રશાસિત પ્રદેશની તેમની આ પ્રથમ મુલાકાત છે. આ દરમિયાન શ્રી ધનખડ અનેક માળખાકીય અને વિકાસ યોજનાઓની મુલાકાત લેશે અને તેનું ઉદ્ઘાટન કરશે. તેઓ આવતી કાલે દમણના જામપોરમાં પક્ષીગૃહનું ઉદ્ઘાટન કરશે. તેઓ આરોગ્ય અને સુખાકારી કેન્દ્ર, સરકારી એન્જિનિયરિંગ કોલેજ અને રીંગણવાડા પંચાયત અને જમ્પરિન ખાતે રીંગણવાડા શાળાની પણ મુલાકાત લેશે.
21મી સપ્ટેમ્બરે તેઓ સિલવાસામાં નમો ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચની મુલાકાત લેશે. આ ઉપરાંત તેઓ દીવમાં સ્થાનિક પંચાયતો અને નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને મળશે. આ ઉપરાંત ધનખડ, ખુખરી વેસલ અને દીવ કિલ્લા સહિત મુખ્ય સ્થળોની મુલાકાત લેશે. 22 સપ્ટેમ્બરે તેઓ દીવમાં ઘોઘલા બ્લુ ફ્લેગ બીચ અને ઘોઘલા ટેન્ટ સિટીની મુલાકાત લેશે. તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત બનેલા ફ્લેટ્સ અને દીવ ખાતે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનંઅ ઉદ્ઘાટન કરશે.
Site Admin | સપ્ટેમ્બર 19, 2024 8:32 પી એમ(PM) | ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ