ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 1, 2024 8:21 પી એમ(PM) | જગદીપ ધનખડ

printer

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે બનેલી ઘટનાની નિંદા કરી

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે બનેલી ઘટનાની નિંદા કરી છે.તેમણે આવા ગુનાઓમાં સંડોવાયેલા ગુનેગારોને સજા કરવા માટે ખાસ મજબૂત તંત્ર બનાવવાની હાકલ કરી હતી. આજે ઉત્તરાખંડમાં AIIMS ઋષિકેશ ખાતે સંસ્થાના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોને સંબોધતા શ્રી ધનખડે ભારપૂર્વક જણાવ્યું હતું કે આવા અપરાધો થી માનવતાને શરમાવનારાઓ સામે પગલાં લેવા જોઈએ. તેમણે ડોકટરો, નર્સો, કમ્પાઉન્ડર્સ અને આરોગ્ય કર્મચારીઓની સલામતીનું રક્ષણ કરવા પર પણ ભાર મૂક્યો હતો.
અગાઉ, તેમની બે દિવસીય મુલાકાતના બીજા દિવસે, ઉપરાષ્ટ્રપતિએ રાષ્ટ્રીય ભારતીય સૈન્ય કોલેજ, આરઆઈએમસી, દેહરાદૂનના કેડેટ્સને સંબોધિત કર્યા હતા.તેમણે લશ્કરી શાળાઓમાં છોકરીઓને પ્રવેશ આપવાના નિર્ણયની પ્રશંસા કરી.તેમણે કહ્યું કે લશ્કરી શાળાઓમાં છોકરીઓનો પ્રવેશ લિંગ સમાનતા અને લિંગ ન્યાય માટે લેવામાં આવેલા નોંધપાત્ર સકારાત્મક પગલાંને દર્શાવે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ