ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સૈન્ય શાળામાં વિદ્યાર્થિનીઓને પ્રવેશ આપવાના નિર્ણયને નોંધપાત્ર ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે, આ પગલું સમાનતા અને ન્યાયમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે. આજે દેહરાદૂનમાં ઉત્તરાખંડની રાષ્ટ્રીય ભારતીય સૈન્ય કોલેજ (RIMC) ખાતે RIMC કેડેટ્સને સંબોધતા શ્રી ધનખડે ભારપૂર્વક જણાવ્યું કે, તેઓ ભવિષ્યના પડકારોનો સામનો કરવા અને વૈશ્વિક કલ્યાણમાં યોગદાન આપવા માટે તૈયાર થઈ રહ્યા છે.
આ પહેલા ઉપરાષ્ટ્રપતિએ કોલેજ કેમ્પસમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. શ્રી ધનખડ આજે એઇમ્સ ઋષિકેશની પણ મુલાકાત લેશે, જ્યાં તેઓ સંસ્થાના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોને સાથે સંવાદ કરશે.
Site Admin | સપ્ટેમ્બર 1, 2024 2:56 પી એમ(PM) | જગદીપ ધનખડ
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સૈન્ય શાળામાં વિદ્યાર્થિનીઓને પ્રવેશ આપવાના નિર્ણયને નોંધપાત્ર ગણાવ્યો છે.
