ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 12, 2024 7:02 પી એમ(PM)

printer

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં 66માં અખિલ ભારતીય કાલિદાસ સમારોહનું ઉદ્ઘાટન કર્યું

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં 66માં અખિલ ભારતીય કાલિદાસ સમારોહનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે વર્ષ2022 – 2023 માટેનો કાલિદાસ અલંકરણ પુરસ્કાર એનાયત કરાયો. ચાર વિદ્યાઓમાં કુલ આઠ વિદ્વાનોને સમ્માનિત કરાયા હતા.

આ પ્રસંગે સંબોધન કરતા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે મહાકવિ કાલિદાસની રચનાઓમાં માનવીય ભાવનાઓ, મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચેના અતૂટ સંબંધ અને પ્રેમુની પવિત્રનો અદ્ભૂત સંગમ જોવા મળે છે. તેમણે ઉમેર્યું કે આ મહાન કવિએ પર્યાવરણ સંરક્ષણ જેવા જ્વલંત મુદ્દાઓ વિશે લખ્યું.  ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે કાલિદાસ સમ્માન ભારતનીસંસ્કૃતિનું સમ્માન છે. તેમણે કહ્યું કે જે સમાજ પોતાની સંસ્કૃતિને જાળવી શકે છે,તે વધુ સમય સુધી ટકી શકે છે. 18 નવેમ્બર સુધી ચાલનારા આ આયોજનમાં મહાકવિ કાલિદાસની રચનાઓ તેમજ અન્ય વિષયો પર ચર્ચા થશે. આ પૂર્વે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને લઈ જઈ રહેલું વિમાન લૉ -વિઝિબ્લિટીને કારણે લુધિયાનાના હલવારા એરફોર્સ સ્ટેશને ઉતરાણ ન કરી શક્યું. ઉપરાષ્ટ્રપતિ અહીં પંજાબ કૃષિ યુનિવર્સિટીમાં આયોજીત આંતરરાષ્ટ્રીય સંમેલનના ઉદ્ઘાટન સમારોહને સંબોધિત કરવાના હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ