ઉપરાષ્ટ્રપતિએ આજે સિલવાસામાં નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ ખાતે ધવંન્તરીની પર્તિમાને પુષ્પાંજલી અર્પી હતી.. આ ઉપરાંત તેમણે સંસ્થાના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી..તેમણે અહીં ઉપસ્થિતિ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ સાધ્યો હતો..એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ઉપરાષ્ટ્રપતિ અને તેમના પત્નીએ વૃક્ષારોપણ પણ કર્યુ હતું..
તેમણે ડોકમરડી ઓડિટોરિયમમાં પશ્ચિમ ક્ષેત્રના સાંસ્કૃતિક કેન્દ્ર દ્વારા આયોજિત એક જાહેર સમારંભમાં પણ ભાગ લીધો હતો.. આજે બપોર બાદ તેઓ દિવ પહોંચ્યા હતા જ્યાં તેમનુ સ્વાગત કરાયું હતું… તેમણે પંચાયત, નગરપંચાયત સહિતા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી..તેમણે ખુખરી જહાજ અ દિવ કિલ્લાની મુલાકાત કરી હતી..
આવતીકાલે તેઓ દિવમાં પ્રધાનમંત્રી આવાસ શહેરી અંતર્ગત નવા મકાનોનું લોકાર્પણ કરશે.
Site Admin | સપ્ટેમ્બર 21, 2024 7:17 પી એમ(PM)