ઉપભોક્તા વિભાગે પેકેટમાં મળતી વસ્તુઓમાં સામ્ય જળવાઈ રહે તે હેતુથી લીગલ મેટ્રૉલૉજી (પેકેજ્ડ કોમોડોટિઝ) કાયદો, 2021માં સંશોધનનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. જેમાં ઓફલાઇન અને ઓનલાઇન બંને રીતે છૂટક વસ્તુઓના વેચાણ માટે પેકેટમાં મૂકતી તમામ વસ્તુઓ પર અનિવાર્ય માહિતી પ્રકાશિત કરવાનો પ્રસ્તાવ છે.
ઉપભોક્તા કાર્ય, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે કાયદામાં સુધારાથી પેકેટમાં મળતી વસ્તુઓના માપદંડો અને જરૂરિયાતમાં સમાનતામાં મદદ મળશે. જેથી વિવિધ બ્રાન્ડ તેમજ ઉત્પાદનોમાં સ્થિરતા અને નિષ્પક્ષતાને પ્રોત્સાહન મળશે. મઁત્રાલયે વધુમાં જણાવ્યું છે કે તેનાથી ઉપભોક્તાને વસ્તુ વિશેની તમામ માહિતી મળતા પસંદી કરવાનો અધિકાર મળશે.
જોકે આ નવો નિયમ ઔદ્યોગીક ઉત્પાદકો અથવા સંસ્થાગત ઉપભોક્તાઓને લાગુ નહીં પડે. આ માટે 29 જુલાઈના રોજ હિત ધારકોની એક બેઠક રાખવામાં આવી છે.
Site Admin | જુલાઇ 14, 2024 8:29 પી એમ(PM)
ઉપભોક્તા વિભાગે પેકેટમાં મળતી વસ્તુઓમાં સામ્ય જળવાઈ રહે તે હેતુથી લીગલ મેટ્રૉલૉજી (પેકેજ્ડ કોમોડોટિઝ) કાયદો, 2021માં સંશોધનનો પ્રસ્તાવ રજૂ કર્યો છે
