ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 1, 2025 7:10 પી એમ(PM) | કપાસ

printer

ઉનાવા માર્કેટ યાર્ડ ખાતે કપાસની મોટી આવક થઈ

ઉનાવા માર્કેટ યાર્ડ ખાતે કપાસની મોટી આવક થઈ છે. ઉનાવા માર્કેટયાર્ડ ખાતે દૈનિક કપાસની ૧૦ થી ૧૨ ગાડીની આવક જોવા મળી છે. જેમાં મણના સરેરાશ ભાવ એક હજાર ૪૫૦ રૂપિયા સુધી રહ્યાં હતા. આજે યોજાયેલી હરાજીમાં નીચો ભાવ એક હજાર ૫૦૦ રૂપિયા ઉંચો ભાવ અને નીચો ભાવ રૂપિયા એક હજાર 350 સુધીનાં જોવા મળ્યો હતો.
ઉનાવા એપીએમસીના ચેરમેન પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે, કપાસની આવકો મહેસાણા જીલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી આવી રહી છે. કપાસની સીઝન એપ્રિલ મહિના સુધી જોવા મળશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ