કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે ઉત્પાદનની માત્રા વધારવા માટે વૈજ્ઞાનિકોએ ખેડૂતો સાથે સીધા સંપર્કમાં આવવાની જરૂર છે. નવી દિલ્હીમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદના 96મા સ્થાપના દિવસનું ઉદ્ઘાટન કર્યા બાદ શ્રી ચૌહાણે આમ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ખેડૂતોની આવક બમણી કરવા સહિત સરકાર દ્વારા નિર્ધારિત લક્ષ્યાંકોને હાંસલ કરવા માટે વૈજ્ઞાનિકો, યુનિવર્સિટીઓ અને કોલેજોથી લઈને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો સુધીનાં કૃષિ સંલગ્ન દરેક ઘટકોએ સાથે મળીને કામ કરવાની જરૂર છે. શ્રી ચૌહાણે કહ્યું કે, આજે પણ અડધો દેશ આજીવિકા માટે ખેતી પર નિર્ભર છે અને તે સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.શ્રી ચૌહાણે ભારપૂર્વક જણાવ્યું કે, દેશે માત્રઅનાજ ઉત્પાદનમાં જ નહી, પણ પરંતુ મત્સ્ય અને ડેરી ઉત્પાદનમાં પણ અભૂતપૂર્વ વૃદ્ધિ હાંસલ કરીને આત્મનિર્ભર બન્યો છે.તેમણે વૈજ્ઞાનિકોને પ્રાકૃતિક કૃષિ પર ધ્યાન કેન્દ્રીત કરવાનો આગ્રહ કર્યો હતો.
Site Admin | જુલાઇ 16, 2024 8:05 પી એમ(PM) | કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી