ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 19, 2024 7:42 પી એમ(PM) | રેલવે

printer

ઉત્તર રેલવે લખનઉ મંડળના બારાબંકી-અયોધ્યા કેન્ટ-ઝાફરાબાદ વિભાગમાં નૉન-ઇન્ટરલૉકિંગનું કામ ચાલી રહ્યું છે. તેના કારણે સાબરમતી-દરભંગા ક્લૉન સ્પેશિયલ ટ્રેન રદ રહેશે

ઉત્તર રેલવે લખનઉ મંડળના બારાબંકી-અયોધ્યા કેન્ટ-ઝાફરાબાદ વિભાગમાં નૉન-ઇન્ટરલૉકિંગનું કામ ચાલી રહ્યું છે. તેના કારણે સાબરમતી-દરભંગા ક્લૉન સ્પેશિયલ ટ્રેન રદ રહેશે. જ્યારે ગુવાહાટી-ઓખા દ્વારકા એક્સપ્રેસ અને કામાખ્યા એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગથી ચાલશે એમ રેલવે વિભાગની યાદીમાં જણાવાયું છે.
વિભાગે જણાવ્યા મુજબ, 20 અને 27 ડિસેમ્બર તેમજ ત્રણ જાન્યુઆરીની અમદાવાદ-દરભંગા ક્લૉન સ્પેશિયલ રદ રહેશે. જ્યારે 23 અને 30 નવેમ્બર તેમજ 6 જાન્યુઆરીની દરભંગા-અમદાવાદ ક્લૉન સ્પેશિયલ ટ્રેન રદ રહેશે. જ્યારે 23 અને 30 ડિસેમ્બર તેમજ 6 જાન્યુઆરીની ગુવાહાટીથી ચાલનારી ગુવાહાટી-ઓખા દ્વારકા એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા ઝાફરાબાદ-સુલતાનપુર-લખનઉના રસ્તે ચાલશે. ઉપરાંત 18 અને 25 ડિસેમ્બર અને પહેલી જાન્યુઆરીની કામાખ્યાથી ચાલનારી ટ્રેન કામાખ્યા ગાંધીધામ એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા ઝાફરાબાદ-સુલતાનપુર-લખનઉના રસ્તે ચાલશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ