ઉત્તર રેલવેના જમ્મુ તાવી મથક પર પુનઃવિકાસના કામના કારણે કેટલીક ટ્રેનને આંશિક રીતે રદ કરાઈ છે. 7થી 13 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરથી ઉપડનારી ગાંધીનગર કેપિટલ – જમ્મુ તાવી એક્સપ્રેસ, 12મી તારીખે સાબરમતી-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ અને ભાવનગર ટર્મિનસ – શહીદ કપ્તાન તુષાર મહાજન એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે. ઉપરાંત આ કેટલીક ટ્રેનના પ્રારંભિક મથકો પણ બદલવામાં આવ્યા છે. ટ્રેનના સમય અને રોકાણ સહિતની માહિતી માટે, મુસાફરો રેલવેની વેબસાઇટ www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.
Site Admin | જાન્યુઆરી 4, 2025 3:12 પી એમ(PM)
ઉત્તર રેલવેના જમ્મુ તાવી મથક પર પુનઃવિકાસના કામના કારણે કેટલીક ટ્રેનને આંશિક રીતે રદ કરાઈ છે
