ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસને કારણે દ્રશ્યતા ઓછી થતાં અનેક ટ્રેનને અસર થઈ છે. રેલવે વિભાગના જણાવ્યા મુજબ, દિલ્હી જનારી અંદાજે 30 ટ્રેન ત્રણ કલાક મોડી ચાલી રહી છે. જેમાં શ્રમ શક્તિ એક્સપ્રેસ, પૂર્વા એક્સપ્રેસ, પદ્માવત એક્સપ્રેસ, અયોધ્યા એક્સપ્રેસ, લખનઉ મેલ, શ્રમજીવી એક્સપ્રેસ, વિક્રમશીલા એક્સપ્રેસ અને માલવા એક્સપ્રેસનો સમાવેશ થાય છે. મુસાફરોને રેલવે સ્ટેશન પર પહોંચતા પહેલા સુધારેલાં સમયની તપાસ કરી લેવા સલાહ અપાઈ છે.
Site Admin | જાન્યુઆરી 6, 2025 4:38 પી એમ(PM)