ઉત્તર ફિલીપાઇન્સના લુઝોન વિસ્તારમાં જમીન ઉપર પ્રવેશેલા વાવાઝોડા માન-યી ના કારણે ભારે મોઝા ઉછળતા ઘણા મકાનોને નુકશાન થયું છે અને હજારો લોકોને સલામત સ્થળે ખસી જવાની ફરજ પડી છે. જાનહાનીના કોઇ સમાચાર હજી સુધી મળ્યા નથી. આ વાવાઝોડુ આવતીકાલે સવાર સુધીમાં દક્ષિણ ચીન સમુદ્રમાં પ્રવેશે તેવી શકયતા છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ૩૦ દિવસમાં ફિલીપાઇન્સ પર ત્રાટકેલુ આ છઠ્ઠુ વાવાઝોડુ છે. અગાઉના પાંચ વાવાઝોડામાં ૧૬૦ થી વધુ લોકોના મોત નિપજયા છે.
Site Admin | નવેમ્બર 17, 2024 7:48 પી એમ(PM)
ઉત્તર ફિલીપાઇન્સના લુઝોન વિસ્તારમાં જમીન ઉપર પ્રવેશેલા વાવાઝોડા માન-યી ના કારણે ભારે મોઝા ઉછળતા ઘણા મકાનોને નુકશાન થયું છે
