ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 5, 2025 2:22 પી એમ(PM)

printer

ઉત્તર પ્રદેશ સરકાર સ્પેનમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસન મેળામાં મહા કુંભ મેળા 2025ને પ્રોત્સાહન આપશે

ઉત્તર પ્રદેશ સરકાર સ્પેનમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસન મેળામાં મહા કુંભ મેળા 2025ને પ્રોત્સાહન આપશે. મહા કુંભ મેળાને માનવતાના સાંસ્કૃતિક વારસા તરીકે રજૂ કરવામાં આવશે. આધ્યાત્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વને ઉજાગર કરીને મેડ્રિડમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસન મેળામાં વૈશ્વિક મંચ પર મહા કુંભની ભવ્યતાને રજૂ કરાશે. વિશ્વભરના લોકોને આ ભવ્ય પ્રસંગનો અનુભવ કરવા માટે આમંત્રણ પણ મોકલવામાં આવશે. યજમાન દેશો અને પડોશી પ્રદેશોના ટુર ઓપરેટરો સહિત વિવિધ પ્રવાસન ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે પણ જોડાણ સ્થાપિત કરવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ