ઉત્તર પ્રદેશ સરકાર ખાદ્ય પદાર્થોમાં ભેળસેળમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરશે. દેશના વિવિધભાગોમાં ભેળસેળની કથિત ઘટનાઓની નોંધ લેતા, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ હોટલ, ધાબા, રેસ્ટોરન્ટઅને અન્ય ખાણીપીણીની સંપૂર્ણ તપાસ અને ચકાસણી કરવાનો નિર્દેશ આપ્યો છે. આજે લખનૌમાં એક મહત્વપૂર્ણ બેઠકમાં મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો કે આ સંસ્થાઓના સંચાલકો સહિત તમામ કર્મચારીઓની ચકાસણી માટે રાજ્યવ્યાપી સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવશે. ખોરાક અને ઔષધિ વહીવટીતંત્ર , પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રની સંયુક્ત ટીમ ચકાસણીની કામગીરી કરશે. તેમણે કહ્યું કે ખાદ્ય સંસ્થાનોમાં ઓપરેટર, માલિક, મેનેજરઅને અન્ય સંબંધિત કર્મચારીઓનું નામ અને સરનામું સ્પષ્ટપણે દર્શાવવું જોઈએ. તેમણે એ પણ નિર્દેશ આપ્યો હતો કે ધાબા, હોટલ અને રેસ્ટોરન્ટ વગેરે જેવી ખાદ્ય સંસ્થાનોમાં સીસીટીવી કેમેરા લગાવવા જોઈએ અને તેમની દેખરેખમાં ગ્રાહકો જ્યાં જમતા હોય તે વિસ્તારો જનહીં પરંતુ સંસ્થાના અન્ય ભાગોનો પણ સમાવેશ થવો જોઈએ. મુખ્યમંત્રીએ કહ્યું કે, સામાન્ય જનતાના સ્વાસ્થ્ય સાથે કોઈ બાંધછોડ કરી શકાય નહીં.તેમણે કહ્યું કે જાહેર આરોગ્યને જોખમમાં નાખવાનો પ્રયાસ કરનાર કોઈપણ સામે કડકકાર્યવાહી થવી જોઈએ.
Site Admin | સપ્ટેમ્બર 24, 2024 7:38 પી એમ(PM)