ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 9, 2024 10:47 એ એમ (AM)

printer

ઉત્તર પ્રદેશ સરકારે ગ્રેટર નોઈડાના ઈન્ડિયા એક્સ્પો માર્ટમાં સેમિકોન ઈન્ડિયાનું આયોજન કર્યું છે

ઉત્તર પ્રદેશ સરકારે ગ્રેટર નોઈડાના ઈન્ડિયા એક્સ્પો માર્ટમાં સેમિકોન ઈન્ડિયાનું આયોજન કર્યું છે આ 11 થી 13 સપ્ટેમ્બર સુધી યોજાનાર આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય દેશના સેમિકન્ડક્ટર ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો અને આ ક્ષેત્રમાં ભારતને નોંધપાત્ર વૈશ્વિક હરીફ તરીકે સ્થાપિત કરવાનો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 સપ્ટેમ્બરે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે.
આ વર્ષે સેમિકોન ઈન્ડિયા એક્ઝિબિશન અને કોન્ફરન્સ, દક્ષિણ-પૂર્વ એશિયાના સૌથી મોટા ઈલેક્ટ્રોનિક્સ મેળાઓ – ‘ઈલેક્ટ્રોનિકા ઈન્ડિયા’ અને ‘પ્રોડ્યુક્ટ્રોનિકા ઈન્ડિયા’ સાથે સાથે યોજાશે. આ કાર્યક્રમમાં સ્વદેશી અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ ભાગ લેશે જેઓ ભારતના સેમિકન્ડક્ટર સેક્ટરને મજબૂત બનાવવાની અને વેપારની નવી શક્યતાઓ શોધવાની તકો પૂરી પાડશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ