ઉત્તર પ્રદેશ સરકારે આજે સવારે 155 કલાકની નોન-સ્ટૉપ મહા સફાઈ ઝુંબેશનો પ્રારંભ કર્યો છે. આ ઝુંબેશ 2 ઑક્ટોબરના રોજ મહાત્મા ગાંધીની 155મી જન્મજયંતિ પ્રસંગે પૂર્ણ થશે. ‘સ્વભાવ સ્વચ્છતા – સંસ્કાર સ્વચ્છતા’ વિષય વસ્તુ આધારિત આ ઝુંબેશમાં સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિને પ્રોત્સાહન આપવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શહેરી વિકાસ વિભાગને સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગતની આ ઝુંબેશને સફળ બનાવવાની અપીલ કરી છે.
Site Admin | સપ્ટેમ્બર 26, 2024 7:39 પી એમ(PM) | ઉત્તર પ્રદેશ