ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 18, 2024 2:53 પી એમ(PM)

printer

ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ અને ડેમમાંથી નદીઓમાં સતત પાણી છોડવાના કારણે રાજ્યના 24 જિલ્લાઓમાં રહેતા પાંચ લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે

ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ અને ડેમમાંથી નદીઓમાં સતત પાણી છોડવાના કારણે રાજ્યના 24 જિલ્લાઓમાં રહેતા પાંચ લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.

અમારા સંવાદદાતા જણાવે છે કેરાજ્યનો લગભગ ત્રીજા ભાગનો વિસ્તાર પૂરગ્રસ્ત છે. ઘણા જિલ્લાઓમાં ગંગા અને ઘાગરા નદીઓ બેકાંઠે વહી રહી છે. વારાણસી અને પ્રયાગરાજમાં હજારો પરિવારોએ રાહત શિબિરોમાં આશ્રય લીધો છે અને પ્રશાસન તેમને તમામ પ્રકારની મદદ કરી રહ્યું છે. પ્રયાગરાજમાં સોથી વધુ ગામો પૂરથી પ્રભાવિત છે અને પૂરની સ્થિતિને કારણે આજે શાળાઓ બંધ રહેશે.વારાણસીમાં પણ તમામ મુખ્ય ઘાટ પાણીમાં ડૂબી ગયા છે અને હાલમાં નદીમાં નૌકાવિહાર પર પ્રતિબંધ છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં NDRF, SDRF અને PACની 78 જેટલી ટીમો તૈનાત કરવામાં આવી છે.