ઉત્તર પ્રદેશમાં પૂરને કારણે છ જિલ્લાના 200થી વધુ ગામ પ્રભાવિત થયા છે. પૂરને પગલે નેપાળની નદીઓ બેકાબૂ બની છે, જેની અસર ઉત્તર પ્રદેશના નીચાણવાળા વિસ્તારોમાં અસર થઈ છે.
રાજ્ય અને રાષ્ટ્રીય આફત નિવારણની ટુકડીઓ રાહત અને બચાવ કામગીરીમાં લાગેલી છે. પિલિભિત જિલ્લામાં બચાવ કામગીરીમાં વાયુ સેનાની ટુકડીઓ જોડાઈ હતી. પિલિભિત, લખીમપુરી, કુશિનગર, બલરામપુર, શ્ર્વસ્તી અને ગોન્ડા જિલ્લાઓમાં કાંઠા વિસ્તારોમાં પાણી ભરાયા છે. એકલા શ્રવસ્તીમાં 44 હજાર લોકોને જ્યારે લખિમપુરમાં 30 હજાર લોકો અસરગ્રસ્ત છે. હવામાન વિભાગે પૂર્વીય ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે.
Site Admin | જુલાઇ 9, 2024 4:12 પી એમ(PM) | પૂર
ઉત્તર પ્રદેશમાં પૂરને કારણે છ જિલ્લાના 200થી વધુ ગામ પ્રભાવિત થયા
