ઉત્તર પ્રદેશમાં ગઈકાલે પડેલા ભારે વરસાદ બાદ અનેક જિલ્લાઓ જળમગ્ન બન્યા છે. છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં પૂરને પગલે 12 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યના અનેક ભાગોમાં ડેમોમાંથી પાણી છોડવામાં આવ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પૂર અસરગ્રસ્તોને તાત્કાલિક મદદ તેમજ રાહત આપવા આદેશ કર્યો છે.
ઉત્તર પ્રદેશ આકાશવાણીના અમારા સંવાદદાતા જણાવે છે કે ભારે વરસાદને પગલે શારદા, રાપ્તી, ગંડક અને ઘાઘરા નદી ભયજનક સપાટીએ વહી રહી છે. નેપાળમાં ભારે વરસાદને પગલે લખીમપુરીમાં શારદા નદીમાં મોટાપાયે પાણીની આવક થઈ છે, જેથી કાંઠા વિસ્તારોમાં અનેક ગામોના લોકોએ સ્થળાંતર કરવાની ફરજ પડી છે.
રાજ્ય આફત નિવારણની ટુકડીઓ બચાવ કામગીરીમાં લાગી છે. શ્ર્વસ્તી અને કુશીનગર જિલ્લામાં 74 લોકોને બચાવાયા છે. દરમિયાન હવામાન વિભાગે 24 કલાકમાં રાજ્યના પૂર્વીય ભાગમાં ભારે વરસાદની આગાહી કરી છે.
Site Admin | જુલાઇ 8, 2024 10:14 એ એમ (AM) | aakahvani | aakshvaninews | India | newsupdate | Rain | uttarpradesh | Weather
ઉત્તર પ્રદેશમાં ગઈકાલે પડેલા ભારે વરસાદ બાદ અનેક જિલ્લાઓ જળમગ્ન બન્યા
