ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આજથી ત્રણ દિવસનો ડ્રોન શો શરૂ થઈ રહ્યો છે. આ શોમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સનાતની પરંપરાના વારસાને દર્શાવવામાં આવશે.
મહાકુંભની આધ્યાત્મિક ગાથા તેનું મુખ્ય આકર્ષણ રહેશે. જેમાં ભારતીય પરંપરાઓને રજૂ કરવામાં આવશે. આ શોમાં દેશમાં બનેલા 2 હજાર 500 ડ્રોનનો સમાવેશ થશે જે ત્રણ દિવસ સુધી સંગમ ખાતે વિવિધ વિષયો પર પ્રદર્શન કરશે. જેમાં દેવતાઓ અને દાનવો વચ્ચેના સંઘર્ષ અને સમુદ્ર મંથનમાંથી અમૃત કળશ મેળવવા અને કુંભ કળશની ઉત્પત્તિ અને મહત્વ પર પ્રદર્શનનો સમાવેશ થાય છે.
Site Admin | જાન્યુઆરી 24, 2025 1:59 પી એમ(PM) | મહાકુંભ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આજે ત્રણ દિવસના ડ્રોન શોનો પ્રારંભ થશે
