ઉત્તર પ્રદેશના, ઝાંસી મેડિકલ કોલેજના (NICU) માં લાગેલી ભીષણ આગમાં 10 જેટલા બાળકોના મોત થયા છે. શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાની માહિતી મળી હતી. હોસ્પિટલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, એનઆઈસીયુ વોર્ડમાં 54 બાળકને દાખલ કરવામાં આવ્યા હતા અને ફસાયેલા ઘણા બાળકોને બચાવી લેવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક વ્યક્તિના સંબંધીઓ માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી બે લાખ રૂપિયા તથા ઇજાગ્રસ્તોને પચાસ હજાર રૂપિયા સહાય જાહેર કરી છે. સોશિયલ મીડિયાના માધ્યયમથી શ્રી મોદીએ શોકગ્રસ્ત પરિવારોને સાંત્વના પાઠવી હતી. તેમણે ઉત્તર પ્રદેશ સરકારની દેખરેખ હેઠળ સ્થાનિક વહીવટીતંત્ર રાહત અને બચાવ કામગીરીમાં શક્ય તમામ પ્રયાસો કરી રહ્યું હોવાનું કહ્યું હતું.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાની નોંધ લીધી છે અને જિલ્લા વહીવટીતંત્રને રાહત કાર્ય ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો છે.
Site Admin | નવેમ્બર 16, 2024 2:57 પી એમ(PM) | ભીષણ આગ