ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 12, 2025 6:13 પી એમ(PM) | ટ્રેન

printer

ઉત્તર પશ્ચિમ રેલવેમાં પેચ ડબલીંગના કાર્ય માટે લેવાયેલા બ્લોકને કારણે ભાવનગર-હરિદ્વાર ટ્રેનની 6 ટ્રીપ રદ કરવામાં આવી

ઉત્તર પશ્ચિમ રેલવેમાં પેચ ડબલીંગના કાર્ય માટે લેવાયેલા બ્લોકને કારણે ભાવનગર-હરિદ્વાર ટ્રેનની 6 ટ્રીપ રદ કરવામાં આવી છે.  ઉત્તર પશ્ચિમ રેલવેના બીકાનેર મંડળના મોલીસર અને ચૂરૂ સ્ટેશનો વચ્ચે પેચ ડબલિંગ કાર્ય માટે બ્લોક લેવામાં આવ્યો છે. આ બ્લોકને કારણે ભાવનગર ડિવિઝનના ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી ચાલતી ભાવનગર-હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેન મે મહિનામાં રદ રહેશે.જે અંતર્ગત ટ્રેન નંબર 19271 ભાવનગર-હરિદ્વાર એક્સપ્રેસ 08, 12, 15, 19, 22 અને 26 મે, 2025ના રોજ રદ રહેશે.જ્યારે  ટ્રેનનંબર 19272 હરિદ્વાર-ભાવનગર એક્સપ્રેસ 10, 14, 17, 21, 24 અને 28 મે, 2025ના રોજ રદ રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ