ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 1, 2024 4:07 પી એમ(PM) | વરસાદ | હવામાન

printer

ઉત્તર-પશ્ચિમ, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી..

ભારતીય હવામાન વિભાગે આગામી 3 થી 4 દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ સ્થળઓ માટે હવામાન વિભાગે રેડ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કર્યુ હતું.. IMDએ કહ્યું કે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પૂર્વ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના ભાગોમાં આ મહિનાની 3 તારીખ સુધી ભારે વરસાદ પડવાની પણ શક્યતા છે..
પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી 2 થી 3 દિવસ દરમિયાન પણ આ સ્થિતિનું નિર્માણ થશે.. પશ્ચિમ ભારતમાં, આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની સ્થિતિની ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર અને ગોવામાં પણ અસર રહેશે.
દરમિયાન, દક્ષિણ ભારતમાં, આવતીકાલ સુધી તામિલનાડુ, પુડુચેરી, કેરળ અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં અને લક્ષદ્વીપ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, તેલંગાણા અને દરિયાકાંઠાના કર્ણાટકમાં આગામી 2 દિવસ સુધી ભારે વરસાદની સ્થિતિ બનેલી રહેશે..

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ