ઉત્તર-પશ્ચિમ તુર્કીયેના સ્કી રિસૉર્ટની એક હૉટેલમાં ગઈકાલે સર્જાયેલી આગ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 76 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 51 લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. અધિકારીઓએ હૉટેલમાંથી અંદાજે 230 લોકોને સલામત રીતે બચાવ્યા છે.
તુર્કીયેના ન્યાય મંત્રી યિલમાઝ તુનકે આગ ઘટનાની તપાસનું નેતૃત્વ કરવા માટે છ સરકારી વકીલોની નિયુક્તિ કરી છે. તપાસ અંતર્ગત નવ લોકોને જપ્તમાં લેવામાં આવ્યા છે, જેમાં હૉટેલના માલિક પણ સામેલ છે.
Site Admin | જાન્યુઆરી 22, 2025 3:01 પી એમ(PM)
ઉત્તર-પશ્ચિમ તુર્કીયેના સ્કી રિસૉર્ટની એક હૉટેલમાં ગઈકાલે સર્જાયેલી આગ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 76 લોકોના મોત નીપજ્યા છે
