ઉત્તર કોરિયાએ આજે પૂર્વ સમુદ્ર તરફ અનેક ટૂંકા અંતરની બેલિસ્ટિક મિસાઇલો છોડી. દક્ષિણ કોરિયાની સેનાએ જણાવ્યું હતું કે, ગઈકાલે સવારે ઉત્તર કોરિયાના જગાંગ પ્રાંતના કાંગગ્યે વિસ્તારમાંથી છોડવામાં આવેલી મિસાઇલો શોધી કાઢી હતી. જે સમુદ્રમાં પડતા પહેલા લગભગ 250 કિલોમીટર સુધી ઊડી હતી. જોકે, સેનાએ છોડવામાં આવેલી મિસાઇલોની સંખ્યા જાહેર કરી નથી. આ પ્રક્ષેપણ નવા ચૂંટાયેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યભાર સંભાળવાના થોડા દિવસો પહેલા થયું છે. દક્ષિણ કોરિયાના કાર્યકારી રાષ્ટ્રપતિ ચોઈ સાંગ-મોકે ઉત્તર કોરિયાના તાજેતરના પ્રક્ષેપણને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવોનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવ્યું હતું.
Site Admin | જાન્યુઆરી 15, 2025 1:20 પી એમ(PM) | ballestic missile | MISSILE | South Korea | south korea missile