ઉત્તરાયણ પર્વમાં લોકોને દોરીથી બચાવવા રાજ્યસભાના સાંસદ મયંક નાયકે મહેસાણામાં અભિયાન આદર્યું છે.
મહેસાણાના તોરણવાડી માતાજી ચોકમાં આજે સાંસદ દ્વારા સેફટી ગાર્ડ લગાવવાનું શરૂ કર્યું હતું.દ્વિચક્રી વાહનચાલકો પતંગની દોરીથી ઇજાગ્રસ્ત ન થાય તેની તકેદારીના ભાગરૂપે આ અભિયાન શરૂ કરાયું હતું.ઉત્તરાયણ પર્વ સુધી સતત અભિયાન ચલાવાશે તેમ સાંસદ મયંક નાયકે જણાવ્યું હતું.ઉત્તરાયણ પર્વ બાદ પણ દોરી એકઠી કરી તેનો નિકાલ કરાશે, તેમ તેમણે જાહેરાત કરી હતી.
Site Admin | ડિસેમ્બર 30, 2024 3:39 પી એમ(PM) | રાજ્યસભા