ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, લોકોને ઈજા ના પહોંચે તે માટે રાજ્યમાં માત્ર ચાઇનીઝ દોરી પર જ નહીં પણ કાચના પાઉડર ચડાવીને વેચવામાં આવે છે તેના પર પણ પ્રતિબંધ છે.
હાઈકોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે, કાચના પાઉડરથી રંગેલી દોરી, તેના ઉત્પાદન, વેચાણ, વપરાશ, ખરીદવા ઉપર પ્રતિબંધ છે. ત્યારે હાઈકોર્ટે આ મામલે સરકારને કાર્યવાહી કરવાના પણ નિર્દેશ આપ્યા છે. જેને લઇને હવે પોલીસ ગ્લાસ કોટિંગ કરેલી દોરીનું ઉત્પાદન, વેચાણ, વપરાશ તેમજ ખરીદવા સામે કાર્યવાહી કરી શકે છે.
Site Admin | જાન્યુઆરી 10, 2025 7:19 પી એમ(PM) | ઉત્તરાયણ