ઉત્તરાયણ પર્વ દરમિયાન અમદાવાદ સિવિલ હૉસ્પિટલના ડોકટરની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે જેથી કોઈ દર્દી સારવાર માટે આવે તો ઝડપથી સારવાર આપી શકાય. સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડૉક્ટર રાકેશ જોષીએ જણાવ્યું હતું કે ઉત્તરાયણના પર્વ દરમિયાન 37 દર્દીઓને ટ્રોમા સેન્ટરમાં સારવાર આપવામાં આવી હતી. જેમાંથી 33 દર્દીઓને OPDમાં સારવાર આપીને રજા આપી દેવામાં આવી છે. દોરીથી ગળું તેમજ નાકે ઈજા પહોંચનાર 4 દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
Site Admin | જાન્યુઆરી 15, 2025 2:58 પી એમ(PM) | ahmedabad civil | civil superitendent | uttarayan