રાજ્યમાં ગઇકાલે પંતગોત્સવની શાંતિપૂર્ણ રીતે અને આનંદ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી.પતંગ ચગાવવાને લાયક પવન હોવાને કારણે ઉત્તરાયણની સપરિવાર ધાબાઓ અને અગાસીઓ ઉપર ઉજવણી કરી હતી.
સવારથી જ રાજ્યભરનું અવકાશ રંગબેરંગી પતંગોથી મેઘધનુષી રંગે રંગાઇ ગયું હતું.પતંગબાજોની આનંદ અને ઉત્સાહની ચિચિયારીઓ સાથે વાતાવરણ સવારથી લઇને સાંજ સુધી ગાજતુ રહ્યું હતું.દિવસ દરમિયાન સંગીતના તાલે અને ગરબાની રમઝટ સાથે લોકોએ પતંગોત્સવની ઉજવણી કરી હતી. ઉધિયું ,જલેબી, બોર , શેરડી અને ચિક્કીની જયાફત પણ પતંગ રસિયાઓએ ધાબા અને અગાસીઓ પર જ માણી હતી.લોકોએ ગાયને ઘુઘરી , લીલી ઘાસ નીરીને પુણ્યકાર્ય કર્યુ હતું. ગરીબોને અન્નદાન અને વસ્ત્રદાન કરવામાં આવ્યું હતું.તેમજ સવારથી જ મંદિરોમાં પણ પૂજા અર્ચના કરવામાં આવી હતી.મોડીરાત સુધી આ ઉજવણી ચાલી હતી.
Site Admin | જાન્યુઆરી 15, 2025 8:12 એ એમ (AM) | ઉત્તરાયણ