ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 15, 2025 3:31 પી એમ(PM) | accident case | Gujarat | gujarat accident | uttarayan

printer

ઉત્તરાયણનાં દિવસે સમગ્ર રાજ્યમાં વાહન અકસ્માતના 1,020 કેસ સહિત 4,948 જેટલા કેસ નોંધાયા

ઉત્તરાયણનાં દિવસે ગઈકાલે રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત મહાનગર સહિત સમગ્ર રાજ્યમાં 4,948 જેટલા કેસ ઓપરેટ કરવામાં આવ્યા હતાં. જેમાં સૌથી વધુ ટ્રોમાનાં 1,136 અને વાહન અકસ્માતના 1,020 કેસ હતા.
રાજકોટ જિલ્લામાં 108 ઇમરજન્સી સર્વિસમાં 296 જેટલા ઇમર્જન્સી કેસ નોંધાયા હતા, જે સામાન્ય દિવસોની સરખામણીમાં 37 ટકા જેટલા વધુ છે તેમ પ્રોગ્રામ મેનેજર ચેતન ગાધેએ જણાવ્યું છે.
આ કેસોમાં અકસ્માતમાં છત પરથી પડી જવાના, મારામારીમાં ઈજાગ્રસ્ત થવાના, દોરાથી ઘાયલ થવાના અને વાહન અકસ્માતના બનાવો સામેલ છે. જેમાં રાજકોટમાં 18 જેટલા કિસ્સામાં છત પરથી પડી જવાના, 32 જેટલા કિસ્સામાં દોરીથી ઘાયલ થવાના અને અન્ય અકસ્માતના કિસ્સા વધારે જોવા મળ્યા છે. આ ઉપરાંત, તાવ, હૃદય, ફેફસા, પ્રસુતિ સહિતના કેસમાં ઇમર્જન્સી સારવાર પુરી પાડવામાં 108 એમ્બ્યુલન્સ સેવા મદદરૂપ બની છે.
ગુજરાતમાં વાસી ઉત્તરાયણનું પણ મહત્વ હોઈ આજના દિવસે પણ 4,900 થી વધુ ઇમર્જન્સી કેસની સંભાવના હોવાનું 108 વિભાગ દ્વારા જણાવાયું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ