ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 5, 2025 11:49 એ એમ (AM)

printer

ઉત્તરાખંડ બાદ સમાન નાગરિક સંહિતા- UCC લાગુ કરનારું ગુજરાત બીજું રાજ્ય બનશે.

ઉત્તરાખંડ બાદ સમાન નાગરિક સંહિતા- UCC લાગુ કરનારું ગુજરાત બીજું રાજ્ય બનશે. ગાંધીનગરમાં ગઈકાલે પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, રાજ્યમાં સમાન સિવિલ કાયદાની આવશ્યકતાને ચકાસવા અને UCC કાયદાનો મુસદ્દો તૈયાર કરવા સર્વોચ્ચ અદાલતનાં નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં પાંચ સભ્યની સમિતિની રચના કરાશે. સમિતિમાં નિવૃત્ત વરિષ્ઠ ભારતીય સનદી અધિકારી સી. એલ. મીના, એડવોકેટ આર. સી. કોડેકર, ભૂતપૂર્વ વાઈસ ચાન્સેલર દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર્તા ગીતા શ્રોફનો સમાવેશ કરાયો છે. સમિતિ 45 દિવસમાં અહેવાલ સરકારને સોંપશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ