ઉત્તરાખંડના પીઠોરાગઢ, ઉત્તરકાશી, ચમોલી સહિત ઉંચાઇવાળા ઘણા વિસ્તારોમાં આજે હિમવર્ષા થઈ છે. ઉત્તરાખંડના મેદાની પ્રદેશમાં મધ્યમથી ભારે વરસાદ ઘણી જગ્યાએ થયો છે. આના પરિણામે સમગ્ર ઉત્તરાખંડમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ચમોલી અને બાગેશ્વર જિલ્લા વહીવટી તંત્રે ધોરણ 12 સુધી શાળામાં આજે રજા અપાઈ છે.
દરમિયાન હિમાચલ પ્રદેશમાં ઘણા વિસ્તારોમાં ઉંચાઈવાળા સ્થળોએ હિમવર્ષા થયાના અહેવાલ છે. જાણીતા પ્રવાસન સ્થળે કિન્નોર ખાતે એક ફૂટ જેટલી નવેસરથી હિમવર્ષા થઈ છે.
Site Admin | ડિસેમ્બર 28, 2024 6:08 પી એમ(PM) | chamoli snowfall | snowfall | Uttarakhand
ઉત્તરાખંડ: ચમોલી સહિત ઉંચાઇવાળા ઘણા વિસ્તારોમાં હિમવર્ષા
